મોંહંમદી હાઇસ્કુલ, બાલાશિનોર

   
facility

સુવિધાઓ

સેતુ

શાળા છેલ્લા ઘણા સમયથી સેતુ દ્રિમાસીક પ્રસિધ્ધ કરે છે. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાના લેખો લખે છે. મેગેઝીનમાં શાળાની પ્રવૃતિઓનો અહેવાલ છપાય છે. જે સેતુ દ્રારા સમાજ અને વાલીઓ દ્રારા આડકતરો સંપર્ક સાધી શકાય‏છે‏.

સભાખંડ

આશરે    ફુટનો સભાખંડ છે. જેમાં સાઉન્ડ સીસ્ટમની વ્યવસ્થા છે. દરોજય સવારની પ્રાર્થના તથા અન્ય તમામ સાંસ્કૃતિક પ્રવૃતિઓનું આયોજન ત્યાં કરવામાં આવે છે.

ડી.ટી.એચ./ટી.વી.રૂમ.

ડી.ટી.એચ. કનેકશન દ્રારા આવતા શૈક્ષણિક કાર્યક્રમોનો લાભ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. કમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક તાલીમ આપવામાં આવે છે. લેબમાં વિડીયો પ્રસારણની સુવિધા છે.

રમત- ગમતઃ

વર્ગખંડની જેમ જ વર્ગખંડની બહારની દુનિયા વિદ્યાર્થીઓ માટે જરૂરી છે. શાળાનું મેદાન નાનું હોવા છતાં એથલેટીકસની રમતોનું આયોજન ‘વાર્ષિક રમતોત્સવ’ના નામે ડીસેમ્બરમાં બે દિવસ માટે કરવામાં આવે છે.તાલુકા અને જીલ્લા રમતોત્સવમાં પણ શાળાનાં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ દેખાવ કરે છે.

પાણીની વ્યવસ્થાઃ

વિદ્યાર્થીઓને પુરતુ પાણી મળી શકે તે આવશ્યક છે.જેમાં બહેનો અને ભાઈઓ માટે બે અલગ અલગ ટાંકી બનાવેલ છે. તથા તે વોટર કુલર સાથે વોટરપ્યોરી ફાયર જોડી દરેકમાં બાર- બાર નવ કનેકશન આવેલ છે.


   

મુખ્ય પાનું | શાળા વિશે | સુવિધાઓ | અમારો સંપર્ક |

© www.mohammadiskulbalasinor.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 14,444